અમારી ઓળખ

basil leaf

ગ્રીનલાઇન એગ્રી માર્કેટિંગની શરૂઆત એક સ્વપ્નથી થઈ. આ સફર શરૂ થઈ હતી 2011માં, જ્યારે Late. શ્રી અતુલભાઈ ગોંડલિયા એ ખેડૂતો માટે કંઈક અલગ અને ઉપયોગી બનાવવાની ઠાન લીધી.

અતુલભાઈ ખેતી પરિવારથી આવતા હતા, એટલે ખેતરનાં પડકારો અને પાકની જરૂરિયાતોને નજીકથી સમજતા હતા. તેમની પ્રેરણા તેમને તેમના પિતાશ્રી પાસેથી મળી હતી, જે પોતે એક વૈજ્ઞાનિક (Scientist) હતા. ખેતીમાં સંશોધન અને નવા ઉકેલ માટેનું વિઝન તેઓમાંથી જ અતુલભાઈએ મેળવ્યું.

આ અનુભવ અને સંશોધનથી જ અતુલભાઈએ ખેડૂતો માટે એક અનોખું ઉત્પાદન શોધ્યું – કૃષિવીર ખાતર. એ માત્ર ખાતર નહોતું, પરંતુ પાક વિકાસ માટેનો એક ક્રાંતિકારી પ્રયાસ હતો.

આજે અતુલભાઈ ભલે આપણી સાથે નથી, પરંતુ તેમના વિચારો અને વિઝનને આગળ લઈ જવાની જવાબદારી તેમના બે પુત્રોએ સંભાળી છે. ખેડૂતપુત્ર હોવાથી તેઓ ખેતીને દિલથી સમજતા અને ખેડૂતોની જરૂરિયાતને સારી રીતે જાણતા હોવાથી, કંપનીને આગળ વધારવામાં સંપૂર્ણ સમર્પિત છે.

અમારા ઉત્પાદનો

logo leaf new

 

આ તમામ પ્રોડક્ટ્સ ખેડૂતોની અલગ-અલગ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેથી દરેક પાક – ભલે તે અનાજ હોય, કપાસ હોય કે બાગાયતી પાક બધાને યોગ્ય પોષણ મળી શકે.

અમારી પહોંચ અને પ્રતિબદ્ધતા

Late. Shree Atulbhai Gondaliya

આજે અમારી પ્રોડક્ટ્સ ગુજરાતભરમાં 1000+ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે – સહકારી મંડળીઓ, એગ્રો સેન્ટરો, ડેપો અને અન્ય પ્રતિષ્ઠિત વેચાણ કેન્દ્રોમાં.

ગ્રીનલાઇન એગ્રી માર્કેટિંગનો એક જ હેતુ છે –
🌱 ખેડૂતને વધુ ઉપજ આપવી, પાકને યોગ્ય પોષણ આપવું અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવી.